રવિન્દ્રનાથ ટાગોર
બંગાળી કવિ અને ફિલસૂફ
રવિન્દ્રનાથ ટાગોર (૭ મે ૧૮૬૧ – ૭ ઑગસ્ટ ૧૯૪૧), એ બંગાળી તત્વચિંતક, કવિ અને ૧૯૧૩ના નોબેલ પારિતોષિક વિજેતા છે.
સૂક્તિઓ
ફેરફાર કરો- સત્ય હંમેશા વિજેતા બનીને ચઢી આવે છે કેમકે આપણે અતિથીઓનું સ્વાગત કરવાની કળા ગુમાવી દીધી છે.
- ધ ફોરફોલ્ડ વે ઑફ ઈન્ડિયા (૧૯૨૪); આગળ જઈ આ વાક્ય રૂપાંતરણ પામ્યું : "જેઓ મિત્રોનું સ્વાગત કરવાની કળા ભૂલી ગયા છે તેમની પાસે સત્ય વિજેતા બની આવે છે."
- પ્રભુ, મહાન દાતા, સંપૂર્ણ વિશ્વને એક નાનકડી ભૂમિમાં સમાવી આપણી નજરો સમક્ષ સમક્ષ હજર કરી શકે છે.
- જીવન - સ્મૃતિ
- ઇશ્વર તો ફક્ત આપી શકે, બસ તે લેવાની પાત્રતા આપણામાં હોવી જોઇએ.
ગીતાંજલી
ફેરફાર કરો- મારા ઋણ મોટાં છે, મારી નિષ્ફળતાઓ વિશાળ છે, મારા કલંકો ભારી અને ગોપીત છે; તો પણ મારું ભલું યાચતો આવી ઊભો હું, હું ભયથી કાંપતો, વિચારું રખે એમ થાય, મારી પ્રાર્થના માન્ય થાય.
- ૨૮
- મને લાગ્યું મારી અજેય શક્તિથી વિશ્વ મારું ગુલામ બની જશે, અને હું અવિક્ષિપ્ત સ્વતંત્રતા પામીશ. મેં દિવસ રાત અથાગ પ્રયત્ન કરી મોટા અગ્નિ અને ધણ વાપરી સાંકળ બનાવી. છેવટે જ્યારે કાર્ય પૂર્ણ થયું , કડીઓ જોડાઈ અને અતૂટ સાંકળ બની, પણ તેની પકડમાં હું જકડાઈ ગયો.
- ૩૧
- જ્યારે જીભ પરના જુના શબ્દો મૃત્યુ પામે છે, હૃદયમાંથી નવી તરજો ફુટે છે, અને જ્યારે જુની કેડીઓ ભુલાઈ જવાય છે, નવા પ્રદેશો તેમની અજાયબીઓ સાથે દ્રષ્ટીગોચર થાય છે.
- ૩૭
- સૂતેલા બાળકના હોઠ પર જે સ્મિત ફરકે છે - તે ક્યાંથી આવે છે કોઈ જાણે છે? હા, એવી અફવા છે કે, બીજના ચંદ્રના ઝાખું કિરણ જ્યારે અદ્રશ્ય થતા પાનખરના વાદળની કિનાર પર પડ્યું અને ખાકળ ભરી સવારના સ્વપ્નમાં સ્મિતનો સૌ પ્રથમ વખત જન્મ થયો.
- ૬૧
- આ નાટ્યશાળાના અસંખ્ય રૂપોમાં મેં મારું રૂપ ભજવ્યું, અને અહીં હું તેના તે અરૂપીના દર્શન પામ્યો.
- ૯૬
- જ્યાં મસ્તિષ્ક ભયમુક્ત રહે અને શિર ઉન્નત ઊઠે
- જ્યાં જ્ઞાન રહે ઉપલબ્ધ નિઃશુલ્કે
- જ્યાં સંકુચિત સામાજિક દીવાલોએ
- નથી ખંડિત કર્યું વિશ્વ
- જ્યાં સત્યની ઊંડાઈએથી શબ્દો ઉદ્ભવે
- જ્યાં અવિરત પ્રયત્નો કેરા બાહુ ઉત્કૃષ્ટતા આંબાવે
- જ્યાં તર્કની નિર્મળ ધારા
- મૃત કુટેવોના શુષ્ક રણના ઢૂવામાં ન લુપ્ત થાયે
- જ્યાં મસ્તિષ્કને નિતનિત વિસ્તરતા વિચારો ને કૃત્યોમાં
- તું મોખરે દોરે
- સ્વાતંત્રયના એ સ્વર્ગમાં, ઓ અમ પિતા, મુજ સ્વદેશ જાગે